Skip to main content

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

 ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

    Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.

 તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.

 જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

 ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવાવા બદલ મુખ્ય મુખ્ય શિક્ષક કિરીટભાઇ એ આભાર વ્યક્ત કર્યો હતો.





Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું. તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ...

Posted by Khergam news on Wednesday, June 19, 2024

Comments