ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ. ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું. મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્મ...
Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.
14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું.
Comments
Post a Comment