નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખેરગામ તાલુકાના ધર્મેશભાઈ પટેલની સહમંત્રી તરીકે બિન હરીફ વરણી તારીખ: ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આજના દિવસે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક ખુશીનાં સમાચાર આવ્યા છે. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય શાળાના ઉપ શિક્ષક ધર્મેશભાઈ શુક્કરભાઈ પટેલને સંઘનાં સહમંત્રી તરીકે બિન હરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી એક ઐતિહાસિક ક્ષણ છે, જે શિક્ષક સમુદાયની એકતા અને સહમતિનું પ્રતીક છે. નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં 1.પ્રમુખ, 2.ઉપપ્રમુખ, 3.મહામંત્રી 4. કોષાધ્યક્ષ 5.ખજાનચી અને 6.સહમંત્રીના પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેમાં સહમંત્રી તરીકે ધર્મેશભાઈ પટેલની બિન હરીફ વરણી થઈ છે. જે ખેરગામ તાલુકાના શિક્ષકોએ ધર્મેશભાઈ પટેલને સહમંત્રી પદ માટે સર્વ સંમતિથી પસંદ કર્યા બાદ તેમણે તેમનું સહમંત્રી પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. આજે, ૨૮/૦૯/૨૦૨૫ના રોજ, ફોર્મ ચકાસણીની તારીખ હતી. જેમાં ચૂંટણી પંચના હોદ્દેદારોએ ધર્મેશભાઈ પટેલને બિન હરીફ વરણી કરી છે. આ નિર્ણય શિક્ષક વર્ગની અખંડ એકતાને દર્શાવે છે અને ધર્મેશભાઈ પટેલની કાર્યકુશળતા તથા વિશ્...
Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિત અન્ય ૪ ગુજરાત વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં પસંદગી કરવામાં આવી છે.
ભારતીય વહીવટી સેવાના ૧૯૫૪ના ભરતીના નિયમો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં ગુજરાત સરકારનાં કુલ ૫ જેમાં (૧) શ્રી બી.જે.પટેલ, (૨) શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, (૩) શ્રી એ.બી.પાંડોર, (૪) શ્રી બી.બી.ચૌધરી, અને (૫) શ્રી બી.સી.પરમારની ગુજરાત કેડરનાં સનદી અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી છે.
જેમાં હાલ ડાંગ જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં શ્રી બી.બી.ચૌધરીની પણ પસંદગી થતાં, જિલ્લા વહીવટી તંત્રનાં વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

Comments
Post a Comment